નમસ્કાર ઉમેદવાર મિત્રો, blog.psiconstabletest.in પર તમારું સ્વાગત છે.
ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારો Gujarat Police Constable Bharti 2025-26 ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક મોટા સમાચાર આવ્યા છે. જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે લેવાયેલ લોકરક્ષક (LRD) શારીરિક કસોટી (PET/PST) 2026 નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
શારીરિક કસોટી પૂર્ણ થતાં જ પાસ થયેલા ઉમેદવારોની યાદી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે. તમે આ પોસ્ટમાં નીચે આપેલી Important Links સેક્શનમાંથી તમારી Result PDF ડાઉનલોડ કરી શકો છો અને આગામી લેખિત પરીક્ષા વિશેની માહિતી મેળવી શકો છો.
LRD Physical Test Result 2026: કસોટીની મુખ્ય હાઇલાઇટ્સ
- જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 (લોકરક્ષક કેડર)
- કસોટીની તારીખ અને કેન્દ્રો: લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું આયોજન તા. ૨૧.૦૧.૨૦૨૬ થી ગુજરાત રાજ્યના કુલ ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર કરવામાં આવ્યું હતું.
- પારદર્શિતા અને ચકાસણી: દોડ કસોટીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. દોડની ચકાસણી RFID Lap Data અને CCTV કેમેરાના રેકોર્ડીંગ સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત, શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ડેટા અને ફોટોગ્રાફની કડક ચકાસણી બાદ જ આ પરિણામ તૈયાર કરાયું છે.
- સફળ ઉમેદવારો (Male Candidates): સત્તાવાર પરિણામની યાદી મુજબ, 1,73,095 જેટલા પુરૂષ ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે. બોર્ડ દ્વારા પુરૂષ, મહિલા અને માજી સૈનિક ઉમેદવારોની અલગ-અલગ PDF યાદી જાહેર કરવામાં આવી છે.
Gujarat Police LRD Written Exam Date 2026 (લેખિત પરીક્ષાની તારીખ)
જે ઉમેદવારોએ શારીરિક કસોટી (PET/PST) સફળતાપૂર્વક પાસ કરી છે, તેઓ હવે લેખિત પરીક્ષા આપવા માટે લાયક બન્યા છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે:
- લેખિત પરીક્ષાની તારીખ: તા. 14.06.2026 (રવિવાર)
- ઉમેદવારોએ હવેથી જ પોતાની લેખિત પરીક્ષાની તૈયારીઓ વેગવાન બનાવી દેવી જોઈએ.
અન્ય મહત્વની સૂચનાઓ
- જો કોઈ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં યાંત્રિક, ક્લેરિકલ કે અન્ય કોઈ ભૂલના કારણે લાયક ગણાયેલ હશે અથવા પસંદ થયેલ હશે, તો કોઈપણ તબક્કે તેમની ઉમેદવારી રદ થવાપાત્ર રહેશે.
- સરકારશ્રી અથવા નામદાર સુપ્રીમ કોર્ટ/હાઇકોર્ટ તરફથી વખતોવખત આવનાર કોઈ પણ ચુકાદો કે નિર્ણય તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
Important Links (મહત્વપૂર્ણ લિંક્સ)
તમારું પરિણામ ચેક કરવા માટે નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરો:
| લિંકનું નામ (Link Details) | ડાઉનલોડ લિંક (Download Here) |
| LRD Male Candidates Result PDF 2026 (પુરૂષ ઉમેદવારો) | Click Here to Download PDF |
| LRD Female Candidates Result PDF 2026 (મહિલા ઉમેદવારો) | Click Here to Download PDF |
| LRD Ex-Servicemen Result PDF 2026 (માજી સૈનિક) | Click Here to Download PDF |
| Official Notification PDF (સત્તાવાર પરિણામ પ્રેસ નોટ) | Click Here to Download PDF |
| Gujarat Police Official Website | Click Here |
| વધુ પોલીસ ભરતી અપડેટ્સ માટે અમારા હોમપેજની મુલાકાત લો | blog.psiconstabletest.in |
લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલા તમામ ભાવિ પોલીસ જવાનોને blog.psiconstabletest.in ની ટીમ તરફથી આગામી લેખિત પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સિલેબસ, જૂના પેપર્સ અને વધુ નવી અપડેટ્સ મેળવવા માટે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો!