નમસ્કાર મિત્રો!
રેલવે ભરતી સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) માં 30307 જગ્યાઓ માટે નવી ભરતીની નોટિસ વાયરલ થઈ છે, જેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ્સનો સમાવેશ થાય છે. આ નોટિસ CEN No. 03/2025 – 04/2025 અંતર્ગત હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ તારીખો (વાયરલ નોટિસ મુજબ):
- ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન: 30.08.2025
- ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન: 29.09.2025 (23:59 Hour)
પોસ્ટ્સ અને જગ્યાઓ (વાયરલ નોટિસ મુજબ):
આ વાયરલ નોટિસમાં વિવિધ પોસ્ટ્સ અને તેમની અંદાજિત જગ્યાઓ દર્શાવવામાં આવી છે:
- ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર: 6235 જગ્યાઓ
- સ્ટેશન માસ્ટર: 5623 જગ્યાઓ
- ગુડ્સ ટ્રેન મેનેજર: 3562 જગ્યાઓ
- જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ: 7520 જગ્યાઓ
- સીનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ: 7367 જગ્યાઓ
- કુલ ખાલી જગ્યાઓ (All RRBs): 30307
આ નોટિસમાં દરેક પોસ્ટ માટે પે લેવલ (7th CPC મુજબ), પ્રારંભિક પગાર (Rs.), મેડિકલ સ્ટાન્ડર્ડ અને 01.01.2025 મુજબની ઉંમર (18-36 વર્ષ) પણ દર્શાવવામાં આવી છે.
નોટિસની સત્યતા:
હાલમાં, આ નોટિસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રેલવે દ્વારા તાજેતરમાં NTPC પરીક્ષા પૂર્ણ કરવામાં આવી છે અને આગામી ઓગસ્ટ મહિનાથી 12 પાસ ઉપરની NTPC પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારબાદ ગ્રુપ D ની પરીક્ષા શરૂ થશે. ભૂતકાળમાં પણ રેલવે દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડતા પહેલા આવી વાયરલ નોટિસ ફરતી હોય છે. જો કે, આ નોટિસની વાસ્તવિકતા અંગે રેલવે દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તાજેતરમાં, રેલવેની ભરતીઓ પર યુપી અને બિહારના વિદ્યાર્થીઓ દ્વારા એક આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેના આધારે શક્ય છે કે રેલવે દ્વારા આ પ્રકારની નોટિફિકેશન બહાર પાડવામાં આવે.
અમે તમને વિનંતી કરીએ છીએ કે આ નોટિસની સત્યતા અંગે સત્તાવાર માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઇટ્સ તપાસતા રહો. જેમ જ રેલવે દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન અથવા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, અમે તમને તાત્કાલિક જાણ કરીશું. ત્યાં સુધી, ધીરજ રાખો અને સત્તાવાર અપડેટ્સની રાહ જુઓ.
જય હિન્દ, જય ભારત!