ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાનું Final Result (આખરી પરિણામ) તારીખ 12/12/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો મેરીટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા, તેઓ હવે નીચે આપેલી લિંક પરથી લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે.
મહત્વની નોંધ: તારીખ 08/12/2025 સુધીમાં કુલ 338 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી (Withdraw) લીધી હતી, જેને ધ્યાને લઈ આ ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
📥 સફળ ઉમેદવારોની યાદી PDF (Successful Candidates)
LRD Final Merit List 2025 Cut-Off Marks
ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કેટેગરી વાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે:
1. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC)
| Category | Male | Female | Ex-Serviceman |
| General | 132.25 | 113.50 | 105.80 |
| EWS | 125.50 | 98.25 | 100.40 |
| SC | 121.28 | 102.25 | – |
| SEBC | 127.25 | 105.25 | 101.80 |
| ST | 101.25 | 80.00 | – |
2. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC)
| Category | Male | Female | Ex-Serviceman |
| General | 124.50 | 100.75 | 99.60 |
| EWS | 121.50 | 83.00 | – |
| SC | 117.50 | 96.25 | – |
| SEBC | 123.00 | 97.75 | 98.40 |
| ST | 90.25 | – | – |
3. જેલ સિપોઇ (Jail Sepoy/Matron)
| Category | Male | Female |
| General | 121.75 | 97.75 |
| EWS | 118.75 | 80.50 |
| SC | 115.50 | 96.25 |
| SEBC | 121.00 | 97.50 |
| ST | 81.00 | 83.25 |
📥 Download Result Notification PDF
પસંદગી પ્રક્રિયા અને આગળની કાર્યવાહી (Next Steps)
- પસંદગી પામેલા ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક શ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.
- જાતિ પ્રમાણપત્ર: SEBC ઉમેદવારો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ST ઉમેદવારો માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેરિફિકેશન ચાલુ છે.
- જેમના પ્રમાણપત્રોની ચકાસણી બાકી છે, તેમની નિમણૂક પ્રમાણપત્ર માન્ય થયા બાદ કરવામાં આવશે.
Tie-Breaking નિયમ: સમાન ગુણ હોય તો મેરીટ આ ક્રમમાં નક્કી કરાયું છે: (1) જન્મ તારીખ (વધુ ઉંમર), (2) ઊંચાઈ, (3) ધોરણ-12 ની ટકાવારી.
Frequently Asked Questions (FAQ)
Q1. LRD Final Result 2025 ક્યારે આવ્યું?
જવાબ: LRD નું ફાઇનલ રિઝલ્ટ 12 ડિસેમ્બર 2025 ના રોજ જાહેર થયું છે.
Q2. UPC અને APC એટલે શું?
જવાબ: UPC એટલે Unarmed Police Constable (બિન હથિયારી) અને APC એટલે Armed Police Constable (હથિયારી).
Q3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોનો સંપર્ક કરવો?
જવાબ: આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક શ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર દ્વારા થશે.
Daily 20 Questions PDF starts 12-05-2025