ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક 240/2024-25 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની મુખ્ય પરીક્ષાનું વિગતવાર સમયપત્રક અને મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં સફળ થયા છે, તેઓ માટે આ GPSC મુખ્ય પરીક્ષા તારીખ 2025 અને તેની સંબંધિત માહિતી અત્યંત ઉપયોગી થશે.
Featured Answer: GPSC Mains Exam Date 2025 ક્યારે યોજાશે?
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક 240/2024-25 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર 2025 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાશે.
GPSC Mains Exam Date 2025: સંપૂર્ણ સમયપત્રક
GPSC દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, મુખ્ય લેખિત પરીક્ષાનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે:
તારીખ | સમય | ક્રમ | વિષય |
20/09/2025 | બપોરે 03:00 થી 06:00 | પ્રશ્નપત્ર–1 | ગુજરાતી ભાષા |
21/09/2025 | સવારે 10:00 થી 01:00 | પ્રશ્નપત્ર–2 | અંગ્રેજી ભાષા |
21/09/2025 | બપોરે 03:00 થી 06:00 | પ્રશ્નપત્ર-3 | નિબંધ |
26/09/2025 | બપોરે 03:00 થી 06:00 | પ્રશ્નપત્ર–4 | સામાન્ય અભ્યાસ – 1 |
27/09/2025 | બપોરે 03:00 થી 06:00 | પ્રશ્નપત્ર–5 | સામાન્ય અભ્યાસ – 2 |
28/09/2025 | સવારે 10:00 થી 01:00 | પ્રશ્નપત્ર–6 | સામાન્ય અભ્યાસ – 3 |
28/09/2025 | બપોરે03:00 થી 06:00 | પ્રશ્નપત્ર-7 | સામાન્ય અભ્યાસ – 4 |
પરીક્ષાનું સ્થળ: મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાશે.
GPSC મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી અને દસ્તાવેજ અપલોડ પ્રક્રિયા
GPSC દ્વારા પ્રાથમિક કસોટીમાં કામચલાઉ સફળ જાહેર થયેલા 6893 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા (લેખિત) માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
મહત્વની તારીખો:
- પ્રાથમિક કસોટીનું પરિણામ: તા. 05/07/2025 (જાહેર)
- મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: તા. 15/07/2025 (બપોરે 13:00 કલાકથી)
- મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: તા. 31/07/2025 (રાત્રે 23:59 કલાક સુધી)
- દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ: તા. 31/07/2025 (રાત્રે 23:59 કલાક સુધી)
- બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે ફી ભરવાની છેલ્લી તારીખ:
- ઓનલાઈન: તા. 01/08/2025 (રાત્રે 23:59 કલાક સુધી)
- પોસ્ટ ઓફિસ: તા. 01/08/2025 (કચેરી સમય સુધી)

અરજી અને દસ્તાવેજ અપલોડ કરવાના સ્ટેપ્સ:
- GPSC Ojas વેબસાઈટની મુલાકાત: સૌપ્રથમ http://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.
- મેઈન એક્ઝામ કોલ લેટર/ફોર્મ સેક્શન: વેબસાઈટ પર “Call Letter/Form” સેક્શનમાં જઈ “Main Exam Call Letter/Form” પર ક્લિક કરો.
- જાહેરાત અને વિગતો દાખલ કરો: તમારી જાહેરાત (240/2024-25) પસંદ કરીને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી “OK” બટન પર ક્લિક કરો.
- અરજીપત્રક સેવ અને લોક કરો: તમારી પ્રાથમિક પરીક્ષાની વિગતો જોયા પછી, “Save” અને “Lock” બટન પર ક્લિક કરી અરજી સબમિટ કરો.
- દસ્તાવેજ અપલોડ કરો: અરજી સેવ અને લોક કર્યા પછી, તમારા મોબાઈલ નંબર પર https://gpsc-iass.gujarat.gov.in/ પર દસ્તાવેજ અપલોડ કરવાનો મેસેજ આવશે. આ પોર્ટલ પર જઈ તમારા દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ભરવાની પ્રક્રિયા (જો લાગુ પડતી હોય): બિનઅનામત (General) કક્ષાના ઉમેદવારોએ ₹200/- ફી ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ભરવાની રહેશે.
- પેમેન્ટ સ્ટેટસ તપાસો: જો ફી ભર્યા પછી પણ પૈસા કપાયા હોય અને પહોંચ ન મળી હોય, તો Help/Query માં “Check Your Payment Status” પર ક્લિક કરી શકો છો.
- અપલોડિંગ ગાઈડલાઈન્સ: દસ્તાવેજો અપલોડ કરતા પહેલા https://gpsc-iass.gujarat.gov.in/ ના હોમ પેજ પર મુદ્દા નંબર ૯ પર આપેલી ગાઈડલાઈન્સ ધ્યાનપૂર્વક વાંચી લેવી.
મહત્વપૂર્ણ નોંધ: ઉમેદવારે સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. જો મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાનો પ્રયત્ન કરશો તો “Application not found” નો મેસેજ આવશે.
GPSC મુખ્ય પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજોની યાદી
મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સાથે નીચે મુજબના પ્રમાણપત્રોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે:
- મુખ્ય એપ્લિકેશન ફોર્મ: ઓનલાઈન ભરેલા mains application form ની પ્રિન્ટ, જેમાં ફોટોગ્રાફ ચોંટાડી અને સહી કરી, તેને સ્કેન કરીને અપલોડ કરવું.
- જન્મ તારીખનો પુરાવો: SSCE (ધોરણ 10) નું પ્રમાણપત્ર અથવા માર્કશીટ (જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય). શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં.
- જાતિનું પ્રમાણપત્ર: સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય).
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) માટે: નિયત થયેલ પરિશિષ્ટ-4 (ગુજરાતીમાં) મુજબનું ‘ઉન્નત વર્ગમાં સમાવેશ નહી થવા અંગેનું પ્રમાણપત્ર’, જે તા. 01/04/2023 થી તા. 31/07/2025 સુધીમાં ઈશ્યુ થયેલું હોવું જોઈએ. પરિણીત મહિલા ઉમેદવારોએ આ પ્રમાણપત્ર તેમના પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવું.
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે: રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર (અંગ્રેજીમાં Annexure KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) જે તા. 01/08/2022 થી તા. 31/07/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ.
- દિવ્યાંગતા પ્રમાણપત્ર (PwBD): ભારત સરકારની સૂચનાઓ મુજબ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ/સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિયત થયેલ દિવ્યાંગતા પ્રમાણપત્ર.
- ના વાંધા પ્રમાણપત્ર (NOC): સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ ‘ના વાંધા પ્રમાણપત્ર’.
- માજી સૈનિક માટે: ડિસ્ચાર્જ બુકની નકલ અથવા ‘આર્મ્સ ફોર્સીસ ઓફ ધ યુનિયન’ માંથી મળેલ નિવૃત્તિ ઓર્ડર (એડવાન્સ) અથવા કમાન્ડિંગ ઓફિસર દ્વારા અપાયેલ ‘ના-વાંધા પ્રમાણપત્ર’.
- અટક/નામ ફેરફાર: જો અટક કે નામમાં ફેરફાર કરાવ્યો હોય તો ગેઝેટની નકલ અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર.
- વિધવા મહિલા: પુન: લગ્ન ન કર્યા અંગેના સોગંદનામાની નકલ.
- સ્નાતક ગુણપત્રક: છેલ્લું વર્ષ/છેલ્લા-2 સેમેસ્ટરના ગુણપત્રકો (બેકલોગ હોય તો પાસ કરેલ સેમેસ્ટરની બેકલોગ વગરની માર્કશીટ). એક કરતા વધુ માર્કશીટ હોય તો તેમને સ્કેન કરીને એક PDF બનાવવી.
- સ્નાતક પદવી પ્રમાણપત્ર (Degree Certificate).
- ઈન્ટર્નશીપ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર: તબીબી, દંત વિષયક અને પશુ ચિકિત્સા વિષયક જાહેરાતો માટે.
- વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી: જો વિદેશની યુનિવર્સિટીમાંથી પદવી મેળવી હોય તો તેની માન્યતા અંગેના પુરાવાની નકલ.
- લાયકાતની સમકક્ષતાનો પુરાવો: જો જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની સમકક્ષ લાયકાત હોય તો તેના આદેશો/અધિકૃતતાની વિગતો/પ્રમાણપત્ર.
- અન્ય આધાર પુરાવા: જાહેરાતની જોગવાઈ મુજબ લાગુ પડતા અન્ય આધાર પુરાવા/પ્રમાણપત્રો કે ફી ભર્યાની પહોંચ.
મુખ્ય સૂચનાઓ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- ભાષા પસંદગી: પ્રશ્નપત્ર–1 ગુજરાતી ભાષામાં અને પ્રશ્નપત્ર–2 અંગ્રેજી ભાષામાં રહેશે. પ્રશ્નપત્ર–3 થી પ્રશ્નપત્ર–7 (નિબંધ અને સામાન્ય અભ્યાસ 1,2,3,4) માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ઉમેદવારે કઈ ભાષામાં પેપર લખવા ઈચ્છે છે તેની પસંદગી આપવાની રહેશે. એકવાર પસંદગી કર્યા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.
- જવાબવહીની ભાષા: ઉમેદવારે પ્રશ્નપત્રના ઉત્તર માટે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં દર્શાવેલ ભાષામાં જ જવાબવહીમાં ઉત્તરો લખવાના રહેશે. જો પસંદ કરેલ ભાષા સિવાયની ભાષામાં ઉત્તર લખવામાં આવશે તો તે ગુણ ગણાશે નહીં.
- મૂળ દસ્તાવેજો: અરજી સાથે ઉપર દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા જ પ્રમાણપત્રો/પુરાવા PDF, JPEG, JPG કે PNG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ઉમેદવારે મૂળ (Original) પ્રમાણપત્રો જ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. જો મૂળ ઉપલબ્ધ ન હોય તો ઝેરોક્ષ/નકલને સ્વયં પ્રમાણિત (Self-attested) કરીને અપલોડ કરવા.
- PDF મર્જિંગ: જો સંબંધિત મોડ્યુલમાં એક કરતાં વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તમામને સ્કેન કરીને એક PDF બનાવી અપલોડ કરવા.
- GPSC વેબસાઈટ: GPSC સંબંધિત તમામ માહિતી અને ફોર્મ્સ માટે https://gpsc.gujarat.gov.in/Download સેક્શનની મુલાકાત લઈ શકાય છે.
- ઈ-રસીદ: મુખ્ય પરીક્ષાનું ફોર્મ, ફી ભર્યા અને પ્રમાણપત્રો અપલોડ કર્યા પછી મળતો SMS સિસ્ટમ જનરેટેડ હોય છે, જે એક વધારાની સવલત છે. પ્રમાણપત્રો અપલોડ કરવાના પુરાવા રૂપે “E-Receipt of uploaded Document” સાચવવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ:
- GPSC સત્તાવાર વેબસાઈટ: https://gpsc.gujarat.gov.in/
- ઓનલાઈન અરજી માટે: https://gpsc-ojas.gujarat.gov.in/
- દસ્તાવેજ અપલોડ કરવા માટે: https://gpsc-iass.gujarat.gov.in/
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧: GPSC મુખ્ય પરીક્ષા 2025 ક્યારે છે?
જવાબ: GPSC મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર 2025 થી 28 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે.
પ્રશ્ન ૨: GPSC મુખ્ય પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી ક્યારે કરી શકાશે?
જવાબ: GPSC મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી ૧૫ જુલાઈ 2025 (બપોરે 13:00) થી 31 જુલાઈ 2025 (રાત્રે 23:59) સુધી કરી શકાશે.
પ્રશ્ન ૩: GPSC મુખ્ય પરીક્ષા માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 (રાત્રે ૨૩:૫૯) છે.
પ્રશ્ન ૪: GPSC મુખ્ય પરીક્ષાના કયા પેપર કઈ ભાષામાં હશે?
જવાબ: પ્રશ્નપત્ર-1 (ગુજરાતી ભાષા) ગુજરાતીમાં અને પ્રશ્નપત્ર-2 (અંગ્રેજી ભાષા) અંગ્રેજીમાં હશે. પ્રશ્નપત્ર-3 થી 7 માટે ઉમેદવાર પોતાની પસંદગી મુજબ ભાષા (ગુજરાતી/અંગ્રેજી) પસંદ કરી શકશે.
પ્રશ્ન ૫: ફી ભર્યા પછી GPSC પરીક્ષાની સ્થિતિ ક્યાં તપાસી શકાય?
જવાબ: ફી ભર્યા પછી તમે GPSC IAS પોર્ટલ પર Help/Query માં “Check Your Payment Status” પર ક્લિક કરીને સ્થિતિ તપાસી શકો છો.